Monday, September 30, 2013

2. જીદ્દી

રુતુ,

તું આજ કાલ બવ જીદ્દી થતી જાસ, બીજા જોડે બવ રહેતી નથી અને આખો દિવસ મમી જ જોઈએ,


બીજા કોઈ આઈને તને તેડે તો તરત રડવા લાગ અને અમ્મી,... અમ્મી,... કરવા લાગ... તું જયારે રડવાનું ચાલુ કરે ત્યારે મસ્તન લાગેછે અને ગમે તેટલો તારી પર ગુસ્સો ના હોય તરત શાંત થઇ જાય છે..

પણ આ બધા થી મને બવ jealousy થાય છે.. કારણ કે તું મારા કરતા તારી મમી જોડે વધુ રહે છે.. પણ તારી મમી બવ ખુસ થઇ છે ને તને પપી તો  રાતી ચોડ કરી મુકે છે..









દિવસે દિવસે તું ધોળી થતી જાય છે ને આમ તું કમલા બેન ના doubt પણ દૂર કરતી જાય છે, અને હા તું હજી ઊંધું પડતા નથી શીખી પણ હા જો કોઈ ઊંધું પાડી આપે તો થોડી વાર ઉંધી રમીશ પછી તારા મોટા ફાંદા ના કારણે થાકી ને તારી રીતે મસ્ત સીધી થઇ જઈશ... તું ઉંધી હોય ત્યારે તારું મો બહુજ innocent લાગે છે...




1. છાપું

વ્હાલી રુતુ,

આજે તારી પર experiment કર્યું ને તને સવારે news paper રમવા માટે આપ્યું .

તે એને ખુબ એન્જોય કર્યું અને તે બે મિનીટ માં હતું નોતું કરી નાખ્યું..


બીજી વાત,
તું સવાર માં ઉઠીને તારા મમ્મી અને પપ્પા ને મસ્ત smile આપે છે, અમારી સવાર ત્યાજ ધન્ય થઇ જાય છે. અને હા, તને બા ના ખોલા માં બેસી ભજન સંભાળવા બહુ ગમે  છે ..

તને હવે કોઈ કોઈ વાર અમે ખાવા ની વસ્તુ ચતાળીએ છીએ.. તું મસ્ત પટ પટ કરી બધું ચાટી જાય છે... ice cream, bornvita, chhas, tea..આ બધું ટ્રાય કરી લીધું છે... :)